"સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ -ગુજરાત ધ્વારા સમગ્ર ગુજરાત ના રોહિત સમાજ ના ચાલુ વર્ષે ૨૦૧૮ માં ઉતીર્ણ થયેલ તેજસ્વી વિધાર્થીઓ ના રાજ્ય ક્ક્ષાનો તૃતીય સન્માન સમારોહ નું અયોજન કરવામાં આવેલ છે.તો ઈચ્છુક વિધાર્થી ઓ ફોર્મ ડાઉનલોડ કરી ૧૫/૮/૨૦૧૮ સુધીમાં મોકલી આપવું."

ભાષાEnglish       ગુજરાતી

દીર્ધદર્શિતા

સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ –ગુજરાત ની સ્થાપના સમાજ ના સામાજિક ,શૈક્ષણિક અને સાંસ્ક્રુતિક વિકાસ ની સાથે રાષ્ટ્રનિર્માણ માં મહત્વપૂર્ણ યોગદાન આપીશકે તે હેતુ થી થયો છે.જેના મુખ્ય ઉદ્દેશ નીચે મજબ છે .

 • સંત શિરોમણી રવિદાસજી તથા ડો.બાબાસાહેબ આંબેડકર તથા અન્ય મહાપુરુષો ની માનવતાવાદી વિચારધારા નો સમાજ માં પ્રચાર પ્રસાર કરવો.
 • તેજસ્વી વિધાર્થીઓ ના સન્માન સમારોહ યોજી વિધાર્થીઓ ના શિક્ષણ પ્રત્યે ની અભિરુચિ વિકસિત કરવી.
 • સમાજ ના તેજસ્વી વિધાર્થી ને આર્થિક કારણોસર અભ્યાસ છોડવો પડે તેવા સંજોગો માં સમાજ બંધુઓ પાસે મદદ ની વિનંતિ કરીને આવા તેજસ્વી જરૂરિયાતમંદ વિધાર્થી ને સમાજ ધ્વારા મદદ પહોચાડવી.
 • સમાજ ના અપરણીત યુવક –યુવતી ઓ ને સુયોગ્ય પાત્ર મળે તે માટે પસંદગી ની યોગ્ય તકો ઉપલબ્ધ કરાવવા જીવનસાથી પસંદગી મેળા નું આયોજન કરવું.
 • સમગ્ર સમાજ ગોળ – પરગના અને વાડામાંથી ઉપર ઉઠી એક સુત્રે બંધાય તે માટે જરુરી તમામ પ્રયત્નો કરવા.
 • સમાજ માં મોટા પાયે “ પે બેક ટુ સોસાયટી “ ની ભાવના નું નિર્માણ કરવું.
 • અમદાવાદ શહેર કે તેની આસપાસ એક ભવ્ય “ સંત શિરોમણી રવિદાસ શૈક્ષણિક સંકુલ – સમાજભવન”નું નિર્માણ કરવા મજબુત પ્રયાસ કરવા .

સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ ની રચના સમાજ ને વિકાસ ની નવી ઉચાઈઓ પર લઇ જવાના સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે થયો છે.

 • સામાજિક એકતા
 • નૈતિક મુલ્યો ની જાળવણી
 • શૈક્ષણિક સ્તર ઊંચું લઈ જવું
 • ચર્મકામ સાથે સંકળાયેલા લોકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું
 • સંત શિરોમણી રવિદાસજી ના સાંસ્ક્રુતિક,વૈચારિક વારસા નો સતત પ્રચાર –પ્રસાર કરી તેનું જતન કરવું.
 • રોહિત સમાજ ની ભવ્ય ઐતિહાસિક વિરાસત , સાંસ્કૃતિક મુલ્યોના જતન અને તેમાં સંશોધન કરવા માટે એક ટીમ બનાવી સતત પ્રયત્નશીલ રહેવું .