"સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ -ગુજરાત ધ્વારા સમગ્ર ગુજરાત ના રોહિત સમાજ ના ચાલુ વર્ષે ૨૦૧૮ માં ઉતીર્ણ થયેલ તેજસ્વી વિધાર્થીઓ ના રાજ્ય ક્ક્ષાનો તૃતીય સન્માન સમારોહ નું અયોજન કરવામાં આવેલ છે.તો ઈચ્છુક વિધાર્થી ઓ ફોર્મ ડાઉનલોડ કરી ૧૫/૮/૨૦૧૮ સુધીમાં મોકલી આપવું."

ભાષાEnglish       ગુજરાતી

સમાચાર

222
Untitled-1

અનુસૂચિતજાતિ ના થાનાભાઈ જગતા ભાઈ પરમાર(મુ.જેતડા, તા.થરાદ,જી. બનાસકાંઠા) બીજા નું ખેતર ભાગીદારી માં રાખી ને ખેતમજૂરી કરી ને જીવનનિર્વાહ ચલાવે છે.તેઓ પતિ-પત્ની ખેતમજૂરી કરી રહ્યા હતા ત્યારે તેમનો ધો.૭ માં અભ્યાસ કરતો પુત્ર ગગદાસ પણ ખેતરે સાથે આવેલ હતો.આ સમય દરમિયાન તેમના પુત્ર પર ચાલુ વીજળી નો વાયર તૂટી ને પડતા આ બાળક ને જીવલેણ વિદ્યુતશોક લાગેલો હતો.ઇન્જરી ને કારણે આ બાળક ના બંને પગ કપાવવા પડેલ હતા.તથા આ બાળક ને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં એડમિટ કરેલ.

આ પરિવાર ની આર્થિક સ્થિતિ બહુ જ દયનીય હાલત માં હોય,તેની ખબર કાઢવા ગયેલા પાટણ ના એડવોકેટ અને સમાજસેવક શ્રી દિનેશભાઇ પરમારે વોટ્સએપ ગ્રુપ માં આ પરિવાર ને આર્થિક હેલ્પ ની જરૂર હોવાનો વિચાર રજુ કરેલ.

તેમનો આ વિચાર તેમના મિત્રો અને અમે સહુ એ વધાવી લીધેલ.અને આજરોજ મિત્રવર્તુળ તરફ થી આવેલ રાશી ₹ 97,00/- સિવિલ હોસ્પિટલ માં રૂબરૂ જઈ શ્રી સંજયભાઈ સુમેસરા તથા શ્રી દિનેશભાઇ પરમાર ના હસ્તે આ પરિવાર ને ફૂલ નહી તો ફૂલ ની પાંખડી સ્વરૂપે આપેલ.

ડો.બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે,સારા વિચાર અને સારા કાર્ય નો નિરંતર પ્રચાર પ્રસાર જરૂરી છે,તેમના આ કથન ને અનુલક્ષી ને આ પોસ્ટ મુકવા માં આવેલ છે.

જય ભીમ…જય ગુરુ રવિદાસ..જય મેઘમાયા

n1

“અનુસૂચિતજાતિ ની વિધાર્થીનીએ વર્ષ-2017 માં ધો.10 ના જાહેર થયેલા રિઝલ્ટ માં 94.66%  (PR 99.95) મેળવી જલવંત સફળતા મેળવી સમાજ અને કુટુંબ નું નામ કર્યું રોશન.”

તાજેતર માં જાહેર થયેલા ધો.10 ના રિઝલ્ટ માં પાટણ ખાતે આદર્શ વિદ્યાલય માં અભ્યાસ કરતી કુ.તન્વી રાજુભાઇ પરમારે 94.66% મેળવી સફળતા નાં નવા શિખરો સર કર્યા છે.તેના પિતા રાજુભાઇ પરમાર શિક્ષક છે.

કુ.તન્વી ને આગળ અભ્યાસ માં મેડિકલ વિદ્યાશાખા માં પ્રવેશ લઇ ને ડોક્ટર બનવું છે.

જય ભીમ…જય ગુરુ રવિદાસ..

Untitled-2

“બુટ સિવવા વાળા ની દીકરી 12 સાયન્સ માં લાવી 97.60%..”
અનુસૂચિતજાતિ ના વિધાર્થીઓ સતત મેરીટ ના ભુક્કા બોલાવી રહ્યા છે.શિક્ષણ જગત માં ધુંવાધાર પર્ફોમન્સ કરી રહ્યા છે.જેમાં અનુસૂચિતજાતિ ની દીકરી પણ પણ પાછળ નથી.
વર્ષ 2017 ના જાહેર થયેલા રાજસ્થાન બોર્ડ ના ધો.12 વિજ્ઞાન પ્રવાહ મા અભ્યાસ કરતી જુન્જુનું જિલ્લા ના પોન્ખ ગામ ની સરકારી શાળા માં અભ્યાસ કરતી વિધાર્થીની અંજેશ કુમારી એ ધો.12 વિજ્ઞાન પ્રવાહ માં 97.60% મેળવી ને એક નવો જ ઇતિહાસ રચી દીધો છે.
અંજેશ કુમારી એ આટલા બધા ટકા લાવવા કેટલો બધી સ્ટ્રગલ કરી છે તે વાત ની તમે એ બાબત પર થી અંદાજો લગાવી શકો છો કે, તેના પપા પ્રકાશચંદ્ર ની આર્થિક પરિસ્થિતિ સાધારણ હોવાના લીધે અંજેશ કુમારી પરીક્ષા ના આગળ ના દિવસ સુધી પિતા ને બુટ-ચપ્પલ બનાવવા માં મદદ કરતી હતી.અને વહેલી સવારે ઉઠી ને તથા મોડી રાત સુધી એકાગ્રતા થી અભ્યાસ કરતી હતી. હવે આગળ અભ્યાસ કરી ને તે ડોક્ટર બનવા માંગે છે.
તેણે બાયોલોજી માં 100, કેમેસ્ટ્રી માં 98, ફિઝિક્સ માં 93 ,અંગ્રેજી માં 96 માર્ક્સ મેળવ્યા છે. અંજેશ કુમારી ના પપા પોતે ધોરણ દશ સુધી જ ભણેલા છે,તો તેની માતા અભણ છે.
સરકારી શાળા માં અભ્યાસ કરી ને કઠિન પરિસ્થિતિ વચ્ચે આટલી મોટી સફળતા મેળવવી તે ખરેખર ખૂબ જ અભિનંદન ને પાત્ર છે.

5
4
3
10
2
1
WhatsApp Image 2018-05-29 at 5.38.49 PM
WhatsApp Image 2018-05-26 at 2.20.13 PM