"સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ -ગુજરાત ધ્વારા સમગ્ર ગુજરાત ના રોહિત સમાજ ના ચાલુ વર્ષે ૨૦૧૮ માં ઉતીર્ણ થયેલ તેજસ્વી વિધાર્થીઓ ના રાજ્ય ક્ક્ષાનો તૃતીય સન્માન સમારોહ નું અયોજન કરવામાં આવેલ છે.તો ઈચ્છુક વિધાર્થી ઓ ફોર્મ ડાઉનલોડ કરી ૧૫/૮/૨૦૧૮ સુધીમાં મોકલી આપવું."

ભાષાEnglish       ગુજરાતી

1. સંત શિરોમણી રવિદાસ જી ના જીવન વિશે .

લેખન : સંજયકુમાર સુમેસરા

સંત શિરોમણી રવીદાસજી નો જન્મ સંવંત ૧૪૩૩ ના મહાસુદ પૂર્ણિમા ના દિવસે કાશી બનારસ ની પાસે આવેલા માન્ડુર ગામમાં થયો હતો. તેમના પિતા નું નામ માનદાસ હતું .કેટલા ઈતિહાસ કારો એ તેમના પિતા નું નામ રઘુ હોવાની જણાવેલ છે . તેમની માતા નું નામ કરમાદેવી હતું . તેમની માતાને લોકો  ઘુરવિનિયા બતાવાય છે.તેમના પિતા ચમાર હતા.તેઓ ચામડા માંથી બુટ ચંપલ અને પગરખા બનાવતા હતા.

બાળપણ –

રવિદાસજી ને બચપન થી જ પિતાના સંસ્કાર વારસા માં મળ્યા હતા . તેઓ પિતાના જેમ જ સખ્ત મેહનત કરવામાં માનતા હતા.તથા બાલ્યાવસ્થા થી તેમને ભક્તિ માં તથા લોકો ની સેવા કરવામાં વિશેષ રસ હતો.સખ્ત મહેનતુ હોવાથી બુટ –ચંપલ બનાવવામાં તેઓ એક કુશળ કારીગર હતા .માનવ સેવા તમનો મૂલમંત્ર હોવાથી તેઓ જે પણ પગરખા બનાવતા હતા , તેમાંથી એકાદ જોડી પગરખા કોઈ સંત કે મહાત્મા કે જરૂરીયાતવાળા બંધુ ને ભેટ માં આપી દેતા હતા . તેમની આ ઉદારતા ને કરને તેમના પિતાએ તેમને કિશોરવસ્થા માં પગ મુક્ત જ તેમના લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું .

આથી રવિદાસ જી ના પિતા એ સમાજ માં સારી કન્યા શોધવાનું શરુ કરી દીધું હતું .અને તેમના આ પ્રયાસોથી કિશોરવસ્થા ના ઉંબરે જ લોના નામની એક કન્યા સાથે તેમના લગ્ન કરી નાખવામાં આવ્યા હતા .

રવિદાસ જી એ સંસાર જીવન માં જ રહીને અસંખ્ય દુખો નો સામનો કરી ને જ ભક્તિ કરવામાં માનતા હતા . તેઓ પરમયોગી સાત્વિક ત્રુતી ના અને ઇન્દ્રિયો ને વશ માં રાખી શકનાર મહા પુરુષ હતા . તેમના એક એક શબ્દ માં જીવન જીવવા માટે ની એક અનોખી પ્રેરણા મળતી હતી .તેમની વાણી ને સાંભળવા લોકો દુર દુર થી આવતા હતા .તેમનું આવું સંતત્વ અને આભા મુક્ત તેજવાન મુખારવિંદ તથા મનને અંદર થી જાગૃત કરવાની અમૃતવાણી સાંભળી ને અનેક લોકો એ તેમના શિષ્યો બની ને તેમને ગુરુ પદે નવાજ્યા હતા .જેમાં અનેક રાજા ઓ તથા રાણીઓ નો પણ સમાવેશ થાય છે .ચિતોડ સ્ટેટ ની રાણી મીરાબાઈ પણ એમના શિષ્ય હતા તથા ઝાલી રાણી,કાશી નરેશ ,રાજા પિપા ,સ્પ્નાવીર પણ રવિદાસ જી ને પોતાના ગુરુ બનાવ્યા હતા .સંત બાબા ,ગજ્જ્ન શાહ ,આંનદ દાસ ,રામદાસ ,સંગત દાસ ,ધર્મ દાસ ,કર્મ દાસ , મક્કા દાસ જેવા ખ્યાતી પ્રાપ્ત ભક્તો પણ એમના શિષ્ય બન્યા હતા . તેમના આટલા વિશેષ પ્રભાવ થી તેમના નામે રવિદાસ પંથ અને રવિદાસીયા ધર્મ નો પ્રારંભ થયો અને એમના અનુયાયી ઓ તેમની સ્મૃતિ માં તેમના નામે ઓળખાતા ગૌરવ અનુભવતા .જેમકે ગુજરાત માં તેમના અનુયાયી ને રોહીદાસ વંશી કે રોહિત તરીકે ઓળખવામાં આવે છે . સમગ્ર ભારત માં રોહિદાસી ,રવીદાસીયા ,રેદાસી,રામદાસીયા ,રાયદાસી ,જટીયા,ઘુસિયા ,લડીયા,લુનિયા,ચર્મકાર ,ચમાર ,ચાંભાર ,રામનામી , સતનામી ,ચાંદોર ,બેરહા,શંખવાર , સૂર્યવંશી , રોહીદાસ ચૌધરી ….વગેરે સમુદાય ના લોકો મહા માનવ  ગુરુ રવિદાસજી ને પોતાના કુળ ના મહાપુરુષ તથા કુલ ગુરુ માને છે.

આમ સમગ્ર દેશ માં તેમના અનુયાયીઓ  છે. રવિદાસ વંશી ડેરા તથા ગાદીઓ દેશભર માં છે . તેમના અનુયાયી ઈ તેમના વિચારો નો ફેલાવો દેશ વિદેશ માં પણ કર્યો અને અનેક જગ્યા એ મંદિર તથા આશ્રમ બંધાવી તેમની વિચાર ધારા તથા કાર્યો નો પ્રચાર –પ્રસાર કરી રહ્યા છે . વિદેશ માં ઇંગ્લેન્ડ , અમેરિકા , ઇટલી , કેનેડા ,ફ્યુઝી , ઓસ્ટ્રેલીયા , ફ્રાંસ , અને ગ્રીસ સહિત ભારત બહાર તેમના આશરે ૧૧૦  કરતા પણ વધુ મંદિર કે આશ્રમ આવેલા છે.

તેઓ મહાન કવિ પણ હતા.તમને જીવન ભર જાતી વ્યવસ્થા નષ્ટ કરવા સંઘર્ષ કર્યો હતો .તેમના પદો માં કલ્પના , આધ્યાત્મક શક્તિ તથા પોતાના વિચારો ને સરળ તથા ગામઠી ભાષા ,અ સખી ના માધ્યમ થી ઘર ઘર સુધી પહોચતું કર્યું હતું . તેમની અદભુત રચના “ પ્રભુજી તુમ ચંદન હમ પાની “ ખુબ જ પ્રચલિત છે .તેમની રચના ના ૪૦ પદો  નો સમાવેશ શીખો ના ધર્મ ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ માં કરવામાં આવ્યો છે . તે બાબત પર થી જ તેઓ કેટલા ઉચ્ચ કોટી ના કવિ અને મહાન સંત હતા તેની પ્રતીતિ થયા વિના રહેતી નથી .

સમાજ સુધારક –

તેઓ મહાન સમાજ સુધારક પણ હતા તે તેમની વાણી થી આપણ ને ખ્યાલ આવે છે.રવિદાસજી એ પોતાની વાણી માં “ રવિદાસ મદિરા ક પીજિયે ,જો ચઢી –ચઢી ઉતરાય , નામ મહારસ પીજિયે , જો ચઢી નહી ઉતરાય | રવિદાસ જી એ ઉપરોક્ત આખી ધ્વારા સમાજ માં વ્યાપેલા દારૂ ની બદી સામે પણ જુંબેશ ચલાવી હતી અને કહ્યું હતું કે લોકો એ દારુ નું સેવન ન કરવું જોઈએ જેનો નશો જલ્દી ઉતરી જાય છે પરંતુ એના જ્ઞાન રસ નું ( શિક્ષણ નું ) સેવન કરવું જોઈએ કે જેનો નશો એક વાર ચઢ્યા પછી ક્યારેય ન ઉતરે અને અજ્ઞાનતા અને અંધકાર જ્ઞાન થી દુર થશે .

રવિદાસ કર્મ કાંડ ,ક્રિયા કાંડ અને વ્રત વગેરે ના આડમ્બર તેમને ગમતા ન હતા . તેમણે ધર્મ ના અને અંધ શ્રદ્ધા ના નામે થતા ધતિંગ નો ખુલ્લો વિરોધ કર્યો હતો.આમ તેઓ ને મહાન સમાજ સુધારક ની ભૂમિકા પણ ભજવી હતી.

નેતૃત્વકર્તા તથા મહાન વિચારક-

સંત શિરોમણી રવિદાસજી એ અંધકાર યુગ જેવા મધ્ય યુગ માં જાતિવાદ અને  તેમાં થી પરીણમતી અસ્પૃશ્યતા સામે ની લડતની આગેવાની લઇક લીધી હતી ,મહાન સમાજવાદી વિચારક કાલ માર્ક્સ પહેલા તેમણે સમાનતા અને ભાઈચારા નો સંદેશ વિશ્વ ને આપેલ હતો.તત્કાલીન રૂઢિવાદી સમાજ વ્યવસ્થા માં જાતિવાદ તેની ચરમ સીમા પર હતો ત્યારે બબ્રાહ્મણો ના ગઢ કાશી બનારસ ના પંડિતો એ તેમને માન સમ્માન સહિત પાલખી પર બેસાડી નગર યાત્રા કરાવવાની ફરજ રવિદાસ જી ના જ્ઞાન અને મહાન વિચારો ને કારણે પડી હતી .મનુષ્ય જન્મ થી નહી પણ કર્મ થી મહાન બને છે તેવા વિચારો સમાજ માં રજુ કરી તેમને બ્રાહ્મણો ના એકાધિકાર ને પડકાર કર્યો હતો.

દીર્ધદ્રષ્ટા –

બેગમપુરા શહર કો નાઉ

દુઃખ અન્દોહ નહી હોઉં તિહિ કાહુ

કહે રૈદાસ ખાલિસ ચમારા

તુમ મેં શહરી , સો મિત હમારા

રવિદાસ જી આ દેશ માં એવી રાજ્ય વ્યવસ્થા ઇચ્છતા હતા કે જ્યાં કોઈ ઊંચ ન હોય ,નીચ ન હોય . કોઈ ગરીબ ન હોય , કોઈ તવંગર ના હોય , સર્વે લોકો એક બીજા સાથે હળીમળી ને રહેતા હોય જ્યાં સર્વે  લોકો એકબીજા નું સન્માન કરીને ભાઈચારા પૂર્વક રહેતા હોય . જ્યાં સર્વે લોકો ને જમવાનું મળે ,સર્વે લોકો ને વસ્ત્રો મળે અને સર્વે લોકો ને સમાન અવસર મળે એવા બેગમપુરા શહેર ની કલ્પના તેમને આટલા વર્ષો અગાઉ કરી હતી.

તેઓ જાણતા હતા કે ભારત માં જાતિવાદ અને અસ્પૃશ્યતા ના કારણે અછુતો પર અમાનવીય અત્યાચારો કરવામાં આવે છે.તેમનું જીવન ગુલામી કરતા પણ બદતર બની ગયું છે આથી તેમણે આટલા વર્ષો અગાઉ સમાજ ના લોકો ને ગામડાઓ છોડી ને શહેર માં વસવાટ કરવાની સુચના આપેલી હતી.

ખ્યાતીપ્રાપ્ત દાર્શનિક ઓશો રજનીશે પોતાની પુસ્તક મનહી પૂજા મન હી ધૂપ માં રવિદાસ જી ના વિચારો નું પૃથકરણ કરી સાદી ભાષા માં સમજાય તે રીતે તેમાં તેમના માનવતાવાદી વિચારો નું સુંદર નિરૂપણ કર્યું છે તેમણે કહ્યું કે ભારત નું આકાશ સંતો ના સિતારા ઓ થી ભરેલું છે તેમાં અસંખ્ય તારાઓ છે પરંતુ તેજ બધાનું એક જ છે . સંત રવિદાસ આ બધા સિતારાઓ માં ધ્રુવ તારા સમાન છે જે ચમાર ના ઘરે પેદા થયા તો પણ બ્રાહ્મણો ને તેઓ ને સ્વીકારવા પડ્યા તો તેમની વાત કઈઅલગ જ હશે .

ડો.બાબાસાહેબ આંબેડકરે તેમના આ મહાન વિચારો ની સ્મૃતિ માં પોતાનું લખેલું પુસ્તક

“ ધ અનટચેબલ “( ૧૯૪૮ )માં સંત રવિદાસ જી ને અર્પણ કર્યું હતું.ડો.બાબાસાહેબ આંબેડકર જેવા મહાન બુદ્ધિજીવી વ્યક્તિ એ જયારે તેમનું પુસ્તક સંત રવિદાસ જી ને અર્પણ કર્યું તે ઘટના પર થી જ સંત ગુરુ રવિદાસ જી ના સમાજ ઉપયોગી કર્યો અને વિચારો કેટલા બધા મહાન હશે તેનો ખ્યાલ આવી જાય છે/

આપને સહુએ ગૌરવ અનુભવવુ જોઈએ કે આવા મહાન સંત માં આપણ સીધી લીટી ના વારસદાર છીએ.સંત શિરોમણી મહાન દાર્શનિક સમાજ સુધારક  રાજા =મહારાજા ના ગુરુ ,માનવતાવાદ ના વાહક સંત શિરોમણી રવિદાસ જી ના ચરણો માં કોટી કોટી વંદન..

2. “માનવીય અસ્તિત્વ ની લડાઈ : ભીમા કોરેગાંવ”

લેખન: સંજયકુમાર સુમેસરા

 વિશ્વ ઈતિહાસ માં સૌ પ્રથમ ‘ભીમાકોરેગાંવ’ લડાઈ માં  શોષિતો,વંચિતો,કચડાયેલા લોકો દ્વારા અદ્વિતીય અને ઐતિહાસિક શૂરવીરતા નું પ્રદર્શન કરી જુલ્મગરો ને કચડી નાખી ને તેમનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો.

  મહારાષ્ટ્ર રાજ્ય ના પુના જિલ્લા ના શિરૂર તાલુકા માં,ભીમા નદી ના કિનારે એક નાનકડું ગામ આવેલું છે.આ ગામ ભીમાનદી ના કિનારે આવેલું હોવાથી તે ગામ નું નામ ‘ભીમાકોરેગાંવ’ પડયું હતું.આ ગામ પુના શહેર થી આશરે 16 માઈલ ની દુરી પર આવેલું છે.

  ભીમાકોરેગાવ યુદ્ધ નો ઇતિહાસ સમજતા પહેલા આ યુદ્ધ પહેલા ની તત્કાલીન રાજ્ય સંચાલન ની અને અછૂતો ની સામાજિક પરિસ્થિતિ પર આછેરી નજર નાખવી જરૂરી છે.

   પેશ્વાબ્રાહ્મણ શાશન માં અછૂતો પર ભયંકર અમાનવીય અત્યાચારો નું ઘોડાપુર આવેલું હતું.બર્બર નીચે મુજબ નિયમો લાગુ હતા.

 પેશ્વાઈ બ્રાહ્મણ શાશન માં જો કોઈ સવર્ણ રસ્તા ઉપર ચાલી ને જતો હોય ત્યાં અછૂત ને ચાલવાની મનાઈ હતી.કેમ કે તેના પડછાયા થી તે સવર્ણ અપવિત્ર ન થઈ જાય.અછૂતો માટે પેશ્વાબ્રાહ્મણ રાજ માં કમર માં ઝાડુ બાંધી ને અને ગળા માં હાંડી બાંધી ને નગર માં ચાલવાનું ફરજીયાત હતું.કેમ કે અછૂત ચાલે તો પાછળ ઝાડુ હોય તો તેના પગલાં ના નિશાન ભૂંસાતા જાય જેથી કોઈ સવર્ણનો પગ પડે તો પણ તે અપવિત્ર ન થઈ જાય.ગળા માં હાંડી એટલા માટે બાંધવામાં આવતી હતી કે,તેનું થુંક જમીન પર ન પડે,જેથી કરી ને જો કોઈ સવર્ણ નો પગ થુકેલી જમીન પર પડે તો તે અપવિત્ર ન થઈ જાય!!

  પેશ્વાબ્રાહ્મણો ના આવા ભયંકર અત્યાચારો ના કારણે મહારો ની અંદર ખૂબ જ અસંતોષ હતો.જ્યારે અત્યાચાર ની સીમાઓ વટી ગઈ અને મહારો નું સ્વાભિમાન જાગ્યું ત્યારે પુના શહેર ની આજુબાજુ ના મહાર લોકો પુના આવીને અંગ્રેજ સેના માં ભરતી થવા લાગ્યા.આનું ફળ જ ભીમાકોરેગાવ ની લડાઈ નો ગૌરવશાળી ઈતિહાસ છે.

 અંગ્રેજો ની બોમ્બે નેટીવ ઇન્ફેન્ટ્રી નો કેપ્ટન  સ્ટાટન સેકન્ડ બટાલિયન ફર્સ્ટ રેજીમેન્ટ ના પોતાના ૫૦૦ મહાર સૈનિકો સાથે ૩૧,ડિસેમ્બર ૧૮૧૭ ની રાત્રે પુના જવા માટે નીકળ્યો.આ સૈનિકો માં ૨૬૦ ઘોડેસવારો અને ૨૫ તોપ ચાલકો હતા.આ દિવસો ભયંકર ઠંડી ના દિવસો હતા.આ સૈન્ય ૩૧ મી ડિસેમ્બરની રાત્રે થી ચાલતું ચાલતું ૧ લી જાન્યુઆરી,૧૮૧૮ ના રોજ વહેલી સવારે કોરેગાવ, ભીમા નદી ના એક  કિનારે પહોંચ્યું.

નદી ના એક કિનારે કેપ્ટન સ્ટાટન ના નેતૃત્વ માં ઓછા શસ્ત્ર સરંજામ થી સજ્જ ૫૦૦ મહારો ની સેના પોતાની પર થતા પશુવત અત્યાચારો નો બદલો લેવાની ફિરાક માં એક તરફ હતી.

  જ્યારે બીજી તરફ પેશ્વાબ્રાહ્મણ બાજીરાવ ની બે સેનાપતિઓ રાવબાજી અને ગોખલે ના નેતૃત્વ માં લગભગ ૨૮,૦૦૦ ની વિશાળ સંખ્યા માં સૈનિકો ધરાવતી પૂરતા પ્રમાણ માં શસ્ત્ર સરંજામ ધરાવતી સેના હતી.

  ૧,જાન્યુઆરી ૧૮૧૮ માં સવારે જ યુદ્ધ શરૂ થયું.મહારો પોતાના સન્માન માટે અને માનવીયહક ની લડાઈ માટે વીજળી ની ગતિ થી લડ્યા.પોતાની બુદ્ધિ અને વીરતા સાથે સમય સમય પર વ્યૂહરચના બદલી લડી રહ્યા હતા.ત્યારે ચાલુ યુદ્ધ માં પેશ્વાબ્રાહ્મણ ની વિશાળ સેના જોઈ કેપ્ટન  સ્ટાટને પોતાની સેના ને પાછળ હટવા આદેશ કર્યો.મહાર સૈનિકો એ એક અવાજે પોતાના કેપ્ટન ના આદેશો ની અવગણના કરી ને કહ્યું કે,અમારી સેના પેશ્વાઓ સાથે લડી ને જ મરશે,પરંતુ આત્મસમર્પણ ક્યારેય નહીં કરે.અને પાછી પણ નહીં હટે એ મહારો નું વચન છે.વર્ષો થી દબાયેલા કચડાયેલા અછૂત ૫૦૦ મહાર સૈનિકો એ પેશવાઇબ્રાહ્મણ ના ૨૮,૦૦૦ સૈનિકો નો ખાત્મો બોલાવી એક નવો જ ઇતિહાસ રચી દીધો હતો.ભારત ના ઈતિહાસ માં બહુજનો માટે આ એક અનોખી મિશાલ બની ને શૌર્યદિવસ રૂપે ઇતિહાસ ના પન્ના માં સુવર્ણ અક્ષરે ચિન્હિત થઈ ગયો.જે હંમેશા આપણ ને એક નવી ઉર્જા આપતી રહેશે.

કોરેગાંવ ના મેદાન માં જે મહાર સૈનિકો યુદ્ધ લડતા લડતા વીરગતિ ને પ્રાપ્ત થયા,તેમના સન્માન માં બ્રિટિશરો એ ઈ.સ.૧૮૨૨ માં ભીમાનદી ના કિનારે કાળા પત્થરો થી ક્રાંતિસ્તંભ નું નિર્માણ કર્યું.જ્યાં દર વર્ષે ૧લી જાન્યુઆરી એ બહુ મોટી સંખ્યામાં સ્વયંભુ બહુજનો શહીદ સૈનિકો ને ફુલહાર કરવા જાય છે.ડો.બાબાસાહેબ આંબેડકર હયાત હતા ત્યારે તેઓ પણ દર વર્ષે નિયમિત ૧ લી જાન્યુઆરી ના રોજ આ ક્રાંતિસ્તંભ ની અવશ્ય મુલાકાત લેતા હતા.

  ૧લી જાન્યુઆરી ના દિવસે વહેલી સવારે આપણા એ શૂરવીર મહાર સૈનિકો ને નમન કરો કેમ કે તેમણે કરેલા પેશ્વાઈ શાશન ના ખાત્મા પછી,

(૧) અંગ્રેજો ને આ દેશ ના ભૂ-ભાગ પર બહુ મોટો કબ્જો મળ્યો.અને તેમણે પશુવત શાશનનો અંત આણ્યો.

(૨)અંગ્રેજો એ આ દેશ માં શિક્ષણ નો પ્રચાર પ્રસાર કર્યો અને આપણાં માટે શિક્ષણ લેવાના દ્વાર ખોલી આપ્યા.

(૩)શિક્ષણ ના પ્રતાપે જ આપણ ને ડો.બાબાસાહેબ આંબેડકર જેવા જ્ઞાની મહાપુરુષ મળ્યા.

 એક મિનિટ માટે પણ વિચારો કે,આ ૫૦૦ મહાર સૈનિકો પેશ્વાબ્રાહ્મણ ના ૨૮૦૦૦ સૈનિકો સામે હારી ગયા હોત તો આપણી આજે શુ?સ્થિતિ હોત?

 દલિતો ની પશુવત અત્યાચારો થી મુક્ત કરવામાં અને અત્યારે આપણે જ્યાં પણ છીએ ત્યાં પહોંચાડવા માં આ યુદ્ધ ના વિજયની પણ અતિશય મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે,તે માનવાને કોઈ ઇન્કાર કરી શકે નહીં.

 જય ગુરુ રવિદાસ..જય ભીમ..

3. અનુસુચિત જાતિઓ નું ગૌરવ ચમાર રેજીમેન્ટ ને વિખેરી નાખવાનું કારણ.

લેખન: સંજયકુમાર સુમેસરા

ચમર રેજિમેન્ટના સૈન્યમાં રાષ્ટ્ર ખૂબ જ ભરપૂર હતું. આ રાષ્ટ્રના સ્વરમાં, તેઓ ભૂલી ગયા કે બ્રિટીશ સરકાર દ્વારા તેમને સૈનિક બનાવવામાં આવ્યા હતા. જ્યારે સુભાષ ચંદ્ર બોઝે ‘ઇન્ડિયન નેશનલ આર્મી’ (આઝાદ હિન્દ ફોઉઝ) ની સ્થાપના કરી, ચમર રેજિમેન્ટના બ્રિટિશ સૈનિકોએ સુભાષચંદ્ર બોઝને સિંગાપોરમાં અઝાદ હિન્દ ફોજ (આઈએએ) સામે લડવા માટે છોડી દીધા.

તે સમયે, ચમાર રેજિમેન્ટના કેપ્ટન મોહનલાલ કુરિલ, જેઓ ચમર જાતિના ન હતા. તેમણે બ્રા સ્વીકારવા માટે ઇનકાર કર્યો

4.સંત શિરોમણી રવિદાસજી એ અંધકારયુગ જેવા મધ્યયુગ માં પણ અતુલ્ય જ્ઞાન ની વાતો કરી છે.

રવિદાસજી એ “પ્રેમ” વિશે બહુ જ મહત્વપૂર્ણ વાત કરી છે,તેમને કહ્યું હતું કે પ્રેમ એ સંસાર ની અતિશય આવશ્યક લાગણી છે.સામાજિક સંબંધો માં  માતા-પુત્ર, પિતા-પુત્ર,બહેન-ભાઈ,પતિ-પત્ની,મિત્રો વચ્ચે પ્રેમ હોય છે ત્યારે સંત શિરોમણી રવિદાસ જી એ પ્રેમ ને સમજવા માટે તત્કાલીન સમય માં બહુ ઊંડાણ થી વાત કરી છે.

રવિદાસજી એ કહ્યું કે,પ્રેમ તો માછલી ને જળ સાથે હોય તેવો હોવો જોઈએ,માછલી જળ વગર તરફડી ને મૃત્યુ પામે છે.માછલી ને ખોરાક માં ઉપયોગ માં લેવા તેના કટકા કરી નાખો તો પણ તેના મર્યા પછી પણ તેની જળ(પાણી) પ્રત્યે ની અંતર થી અનંત ઊંડાણ થી ચાહત જળવાઈ રહે છે.તમે અનુભવશો કે માછલી ને મર્યા બાદ ખોરાક માં ઉપયોગ માં લેવામાં આવે તો પણ ખાનાર ને મોટા પ્રમાણ માં પાણી નો શોષ પડે છે અને તેને વધુ પ્રમાણ માં પાણી પીવું છે.

આમ માછલી મર્યા બાદ પણ જળ ને ચાહતી રહે છે.

5. શહીદ ઉપૈયા ચમાર

લેખન : સંજયકુમાર સુમેસરા

સને ૧૮૦૪ માં અલીગઢ પાસે ના છતારી રિયાસત વિસ્તાર ના ઉપૈયા ચમારે અંગ્રેજો સામે બાથ ભીડી હતી.તેમની બહાદુરી નું પ્રમાણ એ વાત પર થી આંકી શકાય છે કે,આજે પણ ઉત્તરભારત માં ખૂબ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે શહીદ ઉપૈયા ચમાર ની બહાદુરી ને લોકમુખે ગાઈ ને સંભળાવવા માં આવે છે.

છતારી ના નવાબ અંગ્રેજો ની નીતિઓ થી સહમત ન હતા.તેમની અને અંગ્રેજો વચ્ચે કટુતા વધતી જતી હતી.તેના પરિણામે ઈ.સ.૧૮૦૪ માં અંગ્રેજો એ છતારી નવાબ સામે અલીગઢ ની નજીક યુદ્ધ ની ઘોષણા કરી.ઉપૈયા ચમાર છતારી નવાબ નો સૌથી બહાદુર અને વિશ્વસનીય યોદ્ધો હતો અને બહુ જ તાકાતવાન હતો.આ લડાઈ માં ઉપૈયા ચમારે હજારો અંગ્રેજ સૈનિકો ને મોત ને ઘાટ ઉતારી દીધા હતા.

ઉપૈયા ચમાર ને બાતમી મળી હતી કે,વિશાળ અંગ્રેજ સેના નવાબ ના ગનૌરી ના ખાલી પડેલા કિલ્લા માં પોતાનો ડેરો જમાવવાની છે.ઉપૈયા ચમારે અંગ્રેજ સેના ત્યાં પહોંચે તે પહેલાં આ કિલ્લા માં વિસ્ફોટક સુરંગ બિછાવી દીધી હતી.અંગ્રેજો જેવા આ કિલ્લા માં ઘુસ્યા કે તરત જ સુરંગો ફાટવા લાગી જેના કારણે મોટા પ્રમાણ માં અંગ્રેજ અફસરો તથા સૈનિકો મોત ને ભેટ્યા.આ બનાવ થી સમસમી ઉઠેલા અંગ્રેજો એ વિશાળ અંગ્રેજ સેના લઈ ને ઉપૈયા ચમાર ને ઘેરો નાખી ને ધરપકડ કરી લીધી ત્યાર બાદ તેના પર મુક્કદમો ચલાવી ને ઈ.સ.૧૮૦૭ માં અમર શહીદ ઉપૈયા ચમાર ને ફાંસી એ લટકાવી દેવા માં આવ્યા.

6. અબ્રાહમ લિંકન એક લડાયક ચમાર

 

લેખન:સંજયકુમાર  સુમેસરા

અમેરિકી રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન ના પિતાજી જૂતા સિવવા નો ધંધો કરતા હતા.એટલે કે લિંકન ભારત માં જન્મ્યા હોત તો તેઓ દલિત સમાજ માંથી આવતા હોત.

એક વાર અમેરિકા ના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન રાષ્ટ્રપતિ ના હોદ્દા ની રૂએ અમેરિકી સંસદ માં ભાષણ આપી રહ્યા હતા.લિંકન થોડા ઊંચા અવાજે બોલી રહ્યા હતા.પરંતુ આ વાત ત્યાં બેઠેલા એક  બુઝુર્ગ સંસદસભ્ય ને પસંદ ન આવી તેઓ ચાલુ ભાષણ માં જ ઉભા થઇ ને કહેવા લાગ્યા કે,”મહોદય!” તમે જરા ધીમા અવાજ માં બોલો તમારા પિતાજી અમારા જૂતા સિવતા હતા.સંસદ માં સન્નાટો છવાઈ ગયો થોડી વાર પછી લિંકને પોતાને સંયમિત કરતા જવાબ આપ્યો કે,

મહોદય.., એ તો બતાવો કે મારા પિતાશ્રી એ આપના જૂતા ક્યારેય ખરાબ તો સિવ્યા નહોતા ને???

સંસદ મહોદય ઉભા થયા અને બોલ્યા:”નહીં તેઓ તો બહુ જ પ્રખ્યાત કારીગર હતા અને બહુજ સરસ જૂતા સિવતા હતા”.

ત્યાર પછી અબ્રાહમ લિંકને જવાબ આપ્યો,”મહોદય, એટલા માટે જ હું ઊંચી અવાજ માં બોલી રહ્યો છું.

7. ચૌરી-ચૌરા કાંડ નો લીડર: શહીદ રમાપતિ ચમાર

લેખન : સંજયકુમાર સુમેસરા

ભારત દેશ ની આઝાદી ની લડાઈ નો ઇતિહાસ ચૌરી-ચૌરા કાંડ ને જાણ્યા વગર અધૂરી છે.

અંગ્રેજ હકુમત સમયે ઉત્તરપ્રદેશ ના ગોરખપુર ના ચૌરી-ચૌરા ગામ પાસે ત્યારે અઠવાડિક બજાર ભરાતું હતું,(જેમ કે અત્યારે અમદાવાદ માં દર રવિવારે ભરાય છે.)આ બઝાર માં બહુ મોટા પ્રમાણ માં ચામડું અને ચામડાં માંથી બનતી વસ્તુઓ નો વ્યાપાર થતો હતો.

તે અરસા માં એક બનાવ ૨,ફેબ્રુઆરી ૧૯૨૨ ના દિવસે “ચૌરી-ચૌરા” ગામ ના અંગ્રેજ હકુમત હેઠળ ના થાણાં ના પોલીસ અફસર ગુપ્તેશ્વરસિંહે ભગવાનદાસ નામના દુકાનદાર ને ખૂબ જ બેરહેમી થી માર્યો તથા ખૂબ જ અભદ્ર ભાષા માં ગાળો આપેલ.

અંગ્રેજ સરકાર ના અધિકારી ના જુલ્મ ના વિરોધ માં સાપ્તાહિક બઝાર બંધ રાખવામાં આવ્યું અને ‘શહીદ રમાપતિ ચમાર’ ની આગેવાની હેઠળ ૫,૦૦૦ (પાંચ હજાર)જેટલી સંખ્યામાં દલિતો વિરોધ પ્રદર્શન અને ‘ઇન્કલાબ જીંદાબાદ’ ના નારા લગાવતા લગાવતા પોલીસ થાણાં પાસે પહોંચ્યા.સુત્રોચાર કરી રહેલા દલિતો ઉપર અંગ્રેજ પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો.જેના લીધે આક્રોશીત  દલિતો એ પણ સામે પથ્થર મારો શરૂ કર્યો.સ્થિતિ અનિયંત્રિત થતા અંગ્રેજ પોલીસે ગોળીબાર શરૂ કર્યો.

આ તરફ નિહથ્થા દલિતો પર થઈ રહેલા ગોળીબાર થી “રમાપતિ ચમાર” ને ખૂબ જ ગુસ્સો આવ્યો.તેણે તમામ દલિતો ને  લલકારતા કહ્યું કે,આ જાલીમો ને જીવતા સળગાવી નાખો.રમાપતિ ના એક અવાજ ઉપર દલિતો એ પોલીસ થાણાં માં આગ લગાવી દીધી અને આ આગ માં અંગ્રેજ પોલીસ હકુમત હેઠળ ના  ૨૩ (ત્રેવીસ)સિપાહીઓ બળી ને ભડથું થઈ ગયા.આ બનાવ થી અંગ્રેજો હતપ્રભ થઈ ગયા.

આ ઘટના અનુસંધાને અંગ્રેજો દ્વારા ૨૭૨ દલિતો ઉપર નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી,તેમાંથી ૨૨૮ દલિતો ઉપર સેશન્સકોર્ટ માં કેસ ચલાવવા માં આવ્યો અને “અદાલત દ્વારા ૧૭૨ દલિતો ને ફાંસી ની સજા સંભળાવવા માં આવી.આ સજા ની સામે ઉપલી કોર્ટ માં અપીલ કરવામાં આવી ત્યારે ઉપલી અદાલતે આ કેસ માં ૧૯ દલિતો ને ફાંસી,૧૪ દલિતો ને આજીવન કારાવાસ,તેમજ બાકી રહેલા અન્યો ને આઠ-આઠ તથા પાંચ-પાંચ વર્ષ ની જેલ ની સજા થઈ.

આ કાંડ ના મહાનાયક ‘રમાપતિ ચમાર’ સહિત અન્ય ૧૮ દલિતો ને ૨,જુલાઈ ૧૯૨૩ ના રોજ ફાંસી આપી દેવામાં આવી.આ મહાન ક્રાંતિકારીઓ એ ગર્વ થી સમાજ નું માથું ઊંચું કરી દીધું.

આટલું મોટું બલિદાન આપણા લોકો એ દેશ માટે આપેલું હોવા છતાં,જાતિવાદ થી ખદબદતા આ દેશ માં ઇતિહાસકારો દ્વારા દલિતો ની શહીદી ની જોઈએ તે પ્રમાણ માં નોંધ લેવામાં નથી તે ખૂબ જ દુઃખદ બાબત છે.

8. "આઝાદી ની લડાઈ માં અનુસૂચિતજાતિ નું યોગદાન"

લેખન : સંજયકુમાર સુમેસરા 

ઉઘમસિંહ ચમાર

26,ડિસેમ્બર 1899 માં જન્મેલા વીર શહીદ ઉધમસિંહ ની જન્મજયંતિ એ કોટી કોટી વંદન..

  જલિયાંવાલા બાગ હત્યાકાંડ ના મૃતકો સૌથી વધુ અનુસૂચિતજાતિ ના હતા,આ જોઈ  ઉધમસિંહ ચમાર નું હૃદય ખૂબ જ દ્રવી ઉઠ્યું હતું.તેમણે મનોમન આ હત્યાકાંડ નો બદલો લેવાનું નક્કી કરી નાખ્યું હતું.આ બર્બર હત્યાકાંડ નો બદલો લેવા બહાદુર જ્વામર્દ શહીદ ઉધમસિંહ એ ખૂબ જ તકલીફો વેઠી ને સ્ટીમર ના બેઝમેન્ટ માં છુપાઈ ને  સાત સમુદ્ર પાર કરી ને ઈંગ્લેન્ડમાં પહોંચી ને આ હત્યાકાંડ ના મુખ્ય આરોપી જનરલ ડાયર ને ઠાર મારી ને પોતાની ટેક પુરી કરી ને સમગ્ર દેશ અને અનુસૂચિત જાતિઓનું માથું ઊંચું કરી બતાવ્યું હતું.

   સમાજહીત, રાષ્ટ્રહીત અને આત્મસન્માન ની ભાવના ને આજ ના યુવાનો માં વિકસિત કરવા માટે તેઓ ચોક્કસ પ્રેરણારૂપ છે. જય ગુરુ રવિદાસજી.. જય ભીમ..

 શહીદ બાંકે ચમાર

 અંગ્રેજો ઉપર શહીદ બાંકે ચમાર નો ખૌફ કેટલી હદ સુધી હશે,તેનો અંદાજો તમે એ વાત પર થી લગાવી શકો છો કે,જે સમયે એક આના,દો આના બહુ મોટું ચલણ ગણાતું હતું ત્યારે ઈસ ૧૮૫૭ માં અંગ્રેજો એ બાંકે ચમાર ને પકડવા માટે ₹ ૫,૦૦૦/- નું ઇનામ ઘોષિત કરેલું જે આજની સ્થિતિ માં તેનું મૂલ્ય આશરે ₹ ૫ કરોડ જેટલું થવા જાય.

 શહીદ બાંકે ચમાર નો જન્મ ઉત્તરપ્રદેશ ના જોનપુર જિલ્લા ના,મછલી તાલુકા ના કુંવરપુર ગામ માં થયો હતો.૧૮૫૭ ના આઝાદી મેળવવા વાળા ક્રાંતિકારી સમુહ ના પ્રમુખ હરિપાલ સિંહ નો ડાબો હાથ માનવા આવતો હતો બાંકે ચમાર, તેની વીરતા અને કુનેહ ની ખ્યાલી ચારે તરફ હતી.બાંકે ચમારે ૧૮૫૭ ના વિપ્લવ  માં બહુ મોટો ભાગ ભજવેલો હતો.અંગ્રેજો ના રેડ લિસ્ટ માં જે ક્રાંતિકારીઓ ના નામ હતા તેમાં બાંકે ચમાર નું નામ પણ હતું.બાદ માં બાંકે ચમાર ને પકડી લેવામાં આવ્યા અને અંગ્રેજો એ તેમને ફાંસી ની સજા આપી દીધી.

  આમ બાંકે ચમાર ૧૮૫૭ ના વિપ્લવ માં દેશ માટે શહીદ થઈ ગયા.

9. "અનુસુચિતજાતિઓ નું ગૌરવ ચમાર રેજીમેન્ટ"

સંકલન : સંજયભાઈ સુમેસરા (સંદર્ભ: ‘ધ ચમાર રેજીમેન્ટ’ ના આધારે..)

ડો.બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે, જો લોગ અપના ઇતિહાસ ભૂલ જાતે હૈ, વો લોગ અપના ભવિષ્ય નિર્માણ નહી કર શકતે. તેવી જ રીતે વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે

A NATION THAT FORGETS ITS PAST HAS NO

FUTURE તેથી ચમાર રેજીમેન્ટ વિશે જાણવું જરૂરી છે.

“ચમાર રેજીમેન્ટ નું ગઠન”

જ્યારે આપણો દેશ બ્રિટિશરો નો ગુલામ હતો ત્યારે બીજા વિશ્વયુદ્ધ(૧૯૩૯ થી ૧૯૪૫) દરમિયાન જ્યારે મોટા પ્રમાણ માં સૈનિકો ની કમી મહેસુસ થઈ.અંગ્રેજો એ જેને લડાયક જાતિઓ સમજતા હતા તેઓ અંગ્રેજો ના માનવા મુજબ નું પરિણામ આપવા માં નિર્દૂ સાબિત થયેલ.તેવા સંજોગો માં લિંગાયત,અજમેર અને લુસાઈ જેવી રેજિમેન્ટો ની સ્થાપના કરવામાં આવી.તે સમયે ચમાર રેજીમેન્ટ બનાવવાનો ખ્યાલ અંગ્રેજો ને આવ્યો કારણ કે ભારત ની વસ્તી માં “ચમારો” ની વસ્તી બહુ મોટાપ્રમાણ માં છે.

તા.૧/૩/૧૯૪૩ ના રોજ સેકન્ડ પંજાબ રેજીમેન્ટની ૨૭મી બટાલિયન ને “ફર્સ્ટ ચમાર રેજીમેન્ટ”માં બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો.ચમાર રેજીમેન્ટ માં સૈનિક થી લઈ ને સુબેદાર,મેજર સુધી તમામ કર્મચારીઓ અનુસૂચિતજાતિ ના હતા.પરંતુ ઓફિસર અંગ્રેજો કે અન્ય હતા.ચમાર રેજીમેન્ટ બની કે તેજ અરસા માં બીજું વિશ્વયુદ્ધ એની ચરમસીમા પર પહોંચી ગયું.અને તાત્કાલિક ચમાર રેજીમેન્ટને યુદ્ધ માટે મોકલી દેવાયુ.

ચમાર રેજીમેન્ટ ને પોતાના અલ્પકાળ માં વિભિન્ન સેક્ટરો માં કામ કરવાની તક મળી.ઇન્ડિયન ઈંફ્રન્ટરી બ્રિગેડ જે ૧૯૪૨ માં બનાવ્યું હતું તેને નવસર્જિત કરી ૪૩ મી આર્મ ડિવિઝન માં તેને એક બ્રિગેડ ના સ્ટાન્ડર્ડ થી સમાવવામાં આવ્યું.એપ્રિલ ૧૯૪૩ માં આ ૪૪ મુ ઇન્ડિયન બ્રિગેડ માં ભેળવી દેવાયું જેને બાદ માં જી.એચ.ક્યુ.રિઝર્વ માં ૧૯૪૪ માં રાખવામાં આવ્યું.

” ચમાર રેજીમેન્ટ અને બીજું વિશ્વયુદ્ધ”

વર્તમાન નાગલેન્ડ ની રાજધાની કોહીમાં સમુદ્રતળ થી પાંચ હજાર ફૂટ ની ઊંચાઈ પર દિમાપુર થી ચાલીસ માઈલ દૂર તથા મણીપુર ની રાજધાની ઇમ્ફાલ થી એશી માઈલ ની દુરી પર છે.બીજા વિશ્વયુદ્ધ માં કોહીમાં માં જ ‘વોર ફિલ્ડ’ બન્યું હતું.અહીંયા વર્ષ માં આઠ મહિના વરસાદ ની ઋતુ હોય છે.

કોહિમા શહેર એક ભયાનક યુદ્ધ સ્થળ માં બદલાઈ ગયું હતું.સર્વત્ર પહાડી ક્ષેત્ર જ છે.ગીચ વૃક્ષો,ઘનઘોર ઝાડીઓ,ખૂબ જ ઊંડા નદી નાળાઓ,અને અતિશય ઊંચી-નીચી પહાડીઓ માં ઝેરીલા જીવજંતુઓ થી ભરેલ આ વિસ્તાર માંવૃક્ષો ની કાળી કાળી ઘટાઓથી સૂર્યપ્રકાશ અપૂરતો આવતો હોય છે.અંધારી રાત માં વાદળો ના ગડગડાટ અને વિજળીઓ ના કડાકા-ભડાકા વચ્ચે હૃદય થંભી જાય તેવી વિષમ પરિસ્થિતિ માં સૈનિકો ની ટુકડીઓ દુશ્મનો પર હુમલો કરવા કે હુમલો ખાળવા માટે દિવસ રાત જાગતી રહેતી હોય છે.

જનરલ વિલિયમ સેલમ ના નેતૃત્વ માં એપ્રિલ થી જૂન ૧૯૪૪ સુધી બ્રિટિશ અને ઇન્ડિયન ફોર્ટીક આર્મી આ સ્થળે ખતરનાક લડાઈ લડતી રહી હતી.તેનો સીધો મુકાબલો જાપાન સાથે હતો. અહીંયા બ્રિટિશ કોર ના ૧૭,૨૦ અને ૨૯ ઇન્ડિયન કોર ડિવિઝન લગાવવા માં આવ્યા હતા.અને તે જ સ્થળે ૨૬૪ ઇન્ડિયન બ્રિગેડ લગાવવા માં આવ્યું હતું. અને તેમાં યુદ્ધ લડવા માં સૌ પ્રથમ “ચમાર રેજીમેન્ટ” તૈનાત હતી.

૧૮ એપ્રિલ ૧૯૪ ના રોજ જ્યારે જાપાને બ્રિટિશ ઇન્ડિયા પર હુમલો કર્યો ત્યારે આ બ્રિગેડ કોહીમાં અને ઇમ્ફાલ થઈ ને દીમાંપુર માં લગાવવા માં આવ્યું.૮ મે ૧૯૪૪ ના આપાતકાલ થી ગઠિત ૨૧ માં ઇન્ડિયન ડિવિઝન ના કમાન માં આવ્યું.જે તેત્રીસ મી ઇન્ડિયન કોર ની કમાન માં હતું.તે સમયે તે ડિવિઝન ની કમાન માં આ એકમાત્ર બ્રિગેડ હતું.અને તેની સાથે ૪૫ મી કવેલરી હતી.આ ડિવિઝન ને દિમાપુર અને કોહિમા વચ્ચેની સંચાર વ્યવસ્થા આપવા વાળી લાઈન ની સુરક્ષા ની જવાબદારી આપવામાં આવી.વર્ષ ૧૯૪૪ ના મધ્ય માં આ બ્રિગેડ ને કોહીમાં પર્વતીય વિસ્તાર અને કોહીમાં ક્ષેત્ર ની સુરક્ષા ની જવાબદારી સોંપવામાં આવી.અને આ બ્રિગેડ નો એક મુખ્ય હિસ્સો ચમાર રેજીમેન્ટ હતો.

આ યુદ્ધ બહુ જ વિકરાળ સ્વરૂપ માં લડવામાં આવ્યું હતું.દુશ્મનો નો જે ચોકીઓ પર કબજો કરવાનો ટાર્ગેટ હતો,તે પુરાક્ષેત્ર માં દુશ્મનોની ગતિવિધિઓ ખૂબ જ તેજ અને એલર્ટ હતી.ચમાર રેજીમેન્ટ દુશ્મનો ની પ્રત્યેક હિલચાલ પર બારીકાઈ થી નજર રાખી ને તેમની હરકતો ને નિષ્ફળ બનાવી ને આગળ વધી રહ્યું હતું. પરંતુ ભારે વરસાદ ને કારણે આગળ વધવું બન્ને માટે મુશ્કેલ બની ગયું હતું.આખરે જાપાન ના લડાયક સૈનિકો એ પાછું હટવું પડ્યું હતું.

જાપાની સૈન્ય ના ૩૧ માં ડિવિઝન ના કમાન્ડર જનરલ સાટોને પોતે લીધેલ નિર્ણય ની બાબત માં લખ્યું છે કે, અમો બે મહિના સુધી પુરા સાહસ અને લગન ની સાથે લડાઈ લડતા રહ્યા અને અમોએ મનુષ્ય ની સંપૂર્ણ સહન શક્તિ અને શૈર્ય ની સીમાઓ ને પારખી લઈ ને દુઃખદ આંસુઓ વહાવવા ના બદલે અમો કોહિમા છોડી ને જતા રહીએ છીએ.

એટલા માટે કહેવાય છે કે, જાપાન સાથે ના યુદ્ધ માં કોહિમા ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.કેમ કે અડધી રાત ના સમયે “ચમાર રેજીમેન્ટ” દ્વારા શત્રુઓ ની બધી ચોકીઓ પર ગોળીબાર કરવામાં આવતો હતો.અને દુશ્મનો ની અનેક ચોકીઓ પર ચમાર રેજીમેન્ટ દ્વારા કબજો કરી લેવામાં આવતા જાપાની સૈન્ય દિગૂઢ થઈ ગયું હતું. અને પોતાનું સ્થળ ખાલી કરવા માટે મજબૂર બન્યું હતું. જેના કારણે દુશ્મનના જનરલ ને ઉપરોક્ત નિર્ણય લેવા મજબુર થવું પડ્યું હતું. જેનું મુખ્ય કારણ ચમાર રેજીમેન્ટ ના બહાદુર સૈનિકો હતા.

આમ,જાપાની સૈન્ય ને ભાગવા માટે ચમાર રેજીમેન્ટ મજબુર કર્યું હતું.આ યુદ્ધ માં બ્રિટિશ અને ભારતીય દળ ના ગુમ, ઘાયલ થયેલ અને શહીદ થયેલ સૈનિકો ની સંખ્યા ચાર હજાર ની હતી, જ્યારે જાપાન ના સાત હજાર સૈનિકો આ લડાઈ માં માર્યા ગયા હતા.

ચમાર રેજીમેન્ટ ના યોદ્ધાઓએ બીજા વિશ્વયુદ્ધ ના પેસિફિક વોર માં જાપાન ફ્રન્ટ પર પણ બહાદુરી ના કારનામાઓ બતાવેલા તેના માટે કુરબાનીઓ પણ આપી અને મોટી સંખ્યા માં સન્માન અને ચંદ્રકો પણ પ્રાપ્ત કર્યા.ત્યાર બાદ અંગ્રેજો દ્વારા ચમાર રેજીમેન્ટ ને “બેટલ ઓફ ઓનર કોહિમા” થી નવાજવા માં આવ્યું.

આ બાબતે બ્રિટિશ અને ભારતીય દળ તરફ થી માઉન્ટ બેટન દ્વારા અપાયેલા સંદેશ માં કહ્યું કે, “આ લડાઈ ની ભયાનક્તાઓ સમજવી મુશ્કેલ છે.જે લોકો એ આ વિસ્તાર ની ભયાનક પ્રકૃતિ ને આ સ્થિતિ માં જોઈ હશે તેઓ અમારી સફળતાની પ્રશંસા કરશે.ઇતિહાસ માં આ એક મહાન યુદ્ધ કહેવામાં આવશે.બેટલ ઓફ બર્મા ની સમાન બ્રિટિશ અને ભારતીય દળો ને આના સમાંતર બીજું કોઈ યુદ્ધ જોવા કે સાંભળવા ક્યારેય નહી મળે.આ સ્થળે શહીદ જવાનો ની યુદ્ધ સ્મારક જગ્યા એ નિમ્ન લિખિત પંક્તિઓ લખેલી છે.

“જબ તુમ વાપીસ ઘર લૌટોગે તો હમારે બારે મેં ઉનકો બતાના,ઔર કહના કી તુમ્હારે કલ કે લીયે હમને અપના આજ દીયા હૈ.”