"સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ -ગુજરાત ધ્વારા સમગ્ર ગુજરાત ના રોહિત સમાજ ના ચાલુ વર્ષે ૨૦૧૮ માં ઉતીર્ણ થયેલ તેજસ્વી વિધાર્થીઓ ના રાજ્ય ક્ક્ષાનો તૃતીય સન્માન સમારોહ નું અયોજન કરવામાં આવેલ છે.તો ઈચ્છુક વિધાર્થી ઓ ફોર્મ ડાઉનલોડ કરી ૧૫/૮/૨૦૧૮ સુધીમાં મોકલી આપવું."

ભાષાEnglish       ગુજરાતી

ફોટોગેલેરી

રવિદીપ – ૨૦૧૪

રવિદીપ – ૨૦૧૭

રવીદીપ - ૨૦૧૮

સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ-ગુજરાત દ્વારા તા.20/5/18 ના રોજ, શેઠ મંગળદાસ ટાઉન હોલ,અમદાવાદ ખાતે રોહિત સમાજ ના અપરણિત યુવક-યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો તથા રોહિત સમાજ ના અપરણિત યુવક-યુવતીઓના સંપૂર્ણ બાયોડેટા વાળી મલ્ટી કલર ની પરિચય પુસ્તિકા નું વિમોચન તથા રોહિત સમાજ ની વેબસાઈટ www.santshiromaniravidassyouthclub.org ના લોકાર્પણ નો કાર્યક્રમ યોજાઈ ગયેલ હતો.
કાર્યક્રમ નું ઉદ્દઘાટન રાજ્યસભા ના પૂર્વ સાંસદ શ્રીરાજુભાઈ પરમાર એ દીપપ્રાગટયવિધી કરી ને કર્યું હતું. ત્યારબાદ સંત શિરોમણી રવિદાસજી નું પ્રખ્યાત વાણી ‘પ્રભુજી તુમ ચંદન હમ પાની’ તથા ભીમ ગીત આંતરરાષ્ટ્રીય લોકગાયક ડો.આનંદમિત્ર બૌદ્ધ એ ગાઈ ને ઉપસ્થિત શ્રોતાઓ ને રસતરબોળ કરી દીધા હતા.તથા પ્રથમ ધોરણ માં અભ્યાસ કરતા બાળક ‘રવિદીપ સુમેસરા’ એ સંત શિરોમણી રવિદાસજી ની શોર્ટ સ્ટોરી હિન્દી માં કહેતા સમગ્ર હોલે તાળીઓ ના ગડગડાટ થી તેને વધાવી લીધો હતો.
કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમારે હાજરી આપી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.કાર્યક્રમ ના મુખ્ય મહેમાન પડે યુવા અગ્રણી શ્રી નરેશભાઈ ઝાલાવાડીયા તથા ડો.વંદનાબેન મૌર્ય(પ્રો.એલ.ડી.આર્ટ્સ કોલેજ) ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો એ પ્રાસંગિક પ્રવચનો માં સામાજિક એકતા તથા લગ્ન માટે પાત્ર ની પસંદગી માટે પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી સંજયભાઈ સુમેસરા એ વર્તમાન સમય માં અનુસૂચિતજાતિઓ વચ્ચે પરસ્પર સ્વખુશીથી લગ્નગ્રંથી જોડાય તે આજના સમય માંગ હોવાનું જણાવેલ હતું.
આ પ્રસંગ નું સુંદર અને શિસ્તબદ્ધ આયોજન સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ ની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.જેને ઉપસ્થિત સર્વે સમાજબંધુઓ એ વ્યાપકપણે પ્રશંશા કરી હતી.અને આવનારા દિવસો માં સંસ્થા સમાજ માટે સારું એવું કોઈ ક્રિએટિવ વર્ક કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.જેનાથી રોહિત સમાજમાં એક નવી આશાનો તથા વિશ્વાસ નો સંચાર થયો હોવાનું સ્પષ્ટ જોઈ શકાતું હતું.
આ પ્રસંગે રાજ્ય ના અલગ અલગ વિસ્તારોમાંથી અપરણિત યુવક – યુવતીઓ,સામાજિક આગેવાનો, સમાજબંધુઓ તથા કન્વીનરશ્રીઓ મળી આશરે 2000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં નીચે તથા બાલ્કની માં હાઉસફુલ થઈ જતા સમાજબંધુઓ સતત ખડે પગે ઉભા રહી ને સંયમ જાળવીને કાર્યક્રમ નિહાળ્યો હતો.જે ઉડી ને આંખે વળગે તેવી વાત હતી.આ પ્રસંગે સર્વે સમાજબંધુઓ માં અનેરો ઉત્સાહ સ્પષ્ટ ચહેરા ઉપર દેખાઈ આવતો હતો.
ઉનાળા ની ઋતુ હોવાથી સંસ્થા દ્વારા ઠંડી છાશ, ઠંડુ પાણી અને નાસ્તા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

જય ભીમ…જય ગુરુ રવિદાસજી..

ગુરુ રવિદાસ જી ના ૬૪૦ જન્મ જયંતી પ્રસંગે

મહિલા પોલીસ ના સમ્માન સમારોહ – ૨૦૧૬

IMG-20180508-WA0020[1]
2

ડો,બાબાસાહેબ આંબેડકર ની ૧૨૬ મી જન્મ જયંતી પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ.

અદભુત સિદ્ધિ મેળવનાર ને સમ્માન આપતા

IMG-20180429-WA0008[1]
2
3

સૌરાષ્ટ્ર ઝોન મીટીંગ

સંત શિરોમણી રવિદાસયુથ ક્લબ-ગુજરાત દ્વારા સૌરાષ્ટ્ર ઝોન ના રાજકોટ શહેર ના નવા નિમણુંક પામેલા હોદ્દેદારો નો સન્માન સમારોહ તથા રોહિત સમાજ  ની ચિંતન શિબિર તા.29/4/17 ના રોજ મુ.રાજકોટ મુકામે યોજાઈ હતી,આ પ્રસંગે શ્રી નરેશભાઈ ઝાલાવાડીયા,શૈલેષ મૌર્ય,નટવરભાઈ વાઘેલા(કંથારીયા), મુકેશભાઈ વાઘેલા,એડવોકેટ હર્ષદભાઈ સોલંકી,દિપકભાઈ રાઠોડ, ચંદ્રકાન્તભાઈ મકવાણા તથા હર્ષદભાઈ મકવાણા ઉપસ્થિત રહેલ.
  આવનારા સમય માં ગુજરાત ના ખૂણે ખૂણે  સામાજિક એકતા ને મજબૂત બનાવવા જરૂરી પ્રયાસો  સાથે પ્રોડક્ટિવ પરિણામલક્ષી કાર્ય કરવામાં આવશે.
જય ભીમ..
જય ગુરુ રવિદાસ.
WhatsApp Image 2018-05-14 at 10.44.13 AM
WhatsApp Image 2018-05-14 at 10.44.15 AM (1)
WhatsApp Image 2018-05-14 at 10.44.15 AM

ડોર ટુ ડોર રવિદાસજી ના ફોટા વિતરણ

સંત શિરોમણી રવિદાસજી ની ૬૪૧ મી જન્મજયંતિ પ્રસંગે ડોર ટુ ડોર રવિદાસજી ના ફોટા વિતરણ દ્વારા આજે મોટું કેમ્પેનિંગ અમદાવાદ ખાતે શ્રી સંજયભાઈ સુમેસરા તથા નરેશભાઈ ઝાલાવાડીયા ચલાવવામાં આવ્યું હતું.
 તથા ગુજરાત ના અન્ય જિલ્લાઓ માં ટીમ ના અન્ય મેમ્બરો દ્વારા ફોટો વિતરણ કરી ને હર ઘર રવિદાસ મિશન અંતર્ગત વ્યાપકપણે રવિદાસજી ના પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
a
b
c
D
e
f
Untitled-1
Untitled-12
Untitled-13
55
66
77